દાદાની ચોથ હોય એટલે આખા ઐઠોરમાં જાણે તહેવાર હોય તેવો માહોલ બની જતો હોય છે.
ચોથ એટલે દાદાની પ્રિય તિથિ.
એમાંય ભાદરવા સુદ ચોથ એટલે દાદાનો જન્મદિવસ.
આજના વિશેષ દિવસ નિમિત્તે મોડી રાત સુધી ભક્તોના આગમનનો ઘસારો ચાલુ રહેશે.
સનાતન ધર્મ અનુસાર કોઈ પણ કાર્યમાં સૌથી પહેલી પૂજા શ્રી ગણેશજીની જ કરાય છે જેથી સમગ્ર કાર્ય વિના વિઘ્ને સારી રીતે પાર પડે.
લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલ પુષ્પાવતી નદી કિનારાના સાનિધ્યમાં ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત ‘ડાબી સુંઢાળા’ શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં
પહેલી જ વાર ગણેશ મંત્રની 12 ક્લાક અખન્ડ ધૂન થઇ રહી છે.
જેમાં આખા ઐઠોર ગામના તમામ મહિલા મંડળ સાથે અન્ય અનેક ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા.
સમગ્ર મંદિર પરિસરમાં આ અખન્ડ મંત્ર ધૂનથી
દિવ્ય ઉર્જામય વાતાવરણ બન્યું છે.
વહીવટી મંડળ, કારોબારી સાથે સેવકો વ્યવસ્થા સાચવવામાં ઉત્સાહપૂર્વક સહકાર આપતા હોય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
