ગણેશ ચતુર્થી હોવાથી દાદાને જન્મદિવસની શુભકામના પાઠવવા, દર્શન અને આશીર્વાદ માટે દૂર-દૂરથી ભક્તોએ દર વર્ષે પધારતા હોય છે.
હિન્દુ સનાતન ધર્મમાં ગણેશચતુર્થીનું અલગ જ મહત્વ છે.
અપાર ફૂલોનાં શણગારથી સજાવાયેલા ઐઠોરા દાદાનું દર્શન મનમોહક બની જાય છે.
આશરે 1200 વર્ષ જુના ‘ડાબી સુંઢાળા’ શ્રી ગણપતિ મંદિર, ઐઠોરમાં
પહેલી જ વાર ગણેશ મંત્રની 12 ક્લાક અખન્ડ ધૂન થઇ હતી,
તેના ખુબ સારા ભક્તોના પ્રતિસાદની સાથે-સાથે અત્યાર સુધીના ગણેશ ચતુર્થીના આ દિવસે રેકોર્ડ બ્રેક 2800 જેટલા (અત્યાર સુધીનો સૌથી વધુ) ભક્તોએ માત્ર બપોરે ભોજન પ્રસાદીનો લાભ લઇ પ્રસન્નતા અનુભવી હતી.
શ્રી ગણપતિ મંદિર સંસ્થા આવનારા દર્શનાર્થીઓના વધતા ઘસારા માટે તમામ સ્તરે શક્ય સેવા આપી રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
