ઊંઝા શહેરના વાડીપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ – 2025 માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહોત્સવના મુખ્ય આકર્ષણ પૈકી એક 1100 દીવડાની સંગીતમય દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાઆરતીમાં વાડીપરા વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આરતી દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી ભરપૂર બની ગયું હતું.
સંગીતની સુરાવલીઓ સાથે દીવડાની રોશનીએ એક અદ્ભુત દ્રશ્ય સર્જ્યું હતું.
વાડીપરા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ 2024 નો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં આ
મહોત્સવના અંતે, કુલ રૂપિયા 80,09,030 ની બચત થઈ હતી.
આ બચતનો ઉપયોગ અનેક જીવદયાની પ્રવૃત્તિઓ, ગૌ સેવા, બાળકોને ફૂડ પેકેટ અને અન્ય સેવાકાર્યોમાં કરવામાં આવે છે.
આ પહેલ દર્શાવે છે કે, ધાર્મિક ઉત્સવો માત્ર ઉજવણી પૂરતા સીમિત ન રહેતા, તેમાંથી થતી બચતનો ઉપયોગ સમાજ અને જીવદયાના કાર્યોમાં કરી શકાય છે.
વાડીપરા મિત્ર મંડળની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે અને અન્ય સંસ્થાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
