આજ 02-09-25 મંગળવાર સવારે ઊંઝા તાલુકાના શીહી ગામે કીર્તિભાઇ ના નજરે ગટરની ખુલ્લી લાઈનમાં એક ગાય ફસાયેલી જોતા તેમણે ઊંઝા નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો.
ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન, અલ્કેશભાઈ પટેલે રસ રાખી ઊંઝા ફાયરબ્રિગેડ ટીમ તુરંત મોકલી દીધી હતી.
ત્યાં અન્ય જીવદયા પ્રેમી સુદીપભાઈ પટેલના સહયોગથી સુરેશ ઠાકોર અને અન્ય સ્થાનિક સેવકો તથા ફાયરબ્રિગેડ સૌ સાથે મળી jcb દ્વારા પાટા બાંધી સલામત રીતે બહાર કાઢી, ઘાસ – પાણી આપી તેને લમ્પી વાયરસ હોવાથી મેડિકલ ટ્રીટમેન્ટ માટે હરિ ૐ ગૌ શાળા & હોસ્પિટલ અનાવાડા, પાટણ હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કરી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
