બેઇજિંગ: કોવિડ-19 ચીનમાં સતત હાહાકાર મચાવી રહ્યો છે અને રેકોર્ડ સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. અસંખ્ય મૃત્યુ થયા છે. ચીનની હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. ઓક્સિજન અને ICUમાં ભારે ધસારાના કારણે દર્દીઓની સારવાર કરવી અશક્ય બની રહી છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું કે સ્મશાનની બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે, લોકો મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.
ટ્વિટર પર એક વિડિયો શેર કરતાં, સ્વાસ્થ્ય અર્થશાસ્ત્રી એરિક ફેઇગલ-ડિંગે લખ્યું, “સ્મશાનગૃહો પર લાંબી કતારો… કલ્પના કરો કે તમારા પ્રિયજનોના અગ્નિસંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે એટલું જ નહીં પરંતુ તેમના મૃતદેહને લઈ જવો પડશે. તમને જણાવી દઈએ કે એરિક ફીગલ દેશમાં થઈ રહેલા કોરોનાના નવા અપડેટ્સને સતત સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર વિશ્વની સામે રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ
કોરોનાની નેઝલ વેક્સિનની કિંમત કેટલી હશે અને તે કેવી રીતે કામ કરશે, જાણો અહીં વિગતવાર માહિતી
33) let this sink in — **OXYGEN TANKS ARE DEPLETED** at even top level Beijing capitol’s hospitals. You know when that happens that it is much worse at secondary and smaller hospitals and clinics… https://t.co/2Tpv0Dlm0P
— Eric Feigl-Ding (@DrEricDing) December 24, 2022
ચીનમાં કોરોના વાયરસના કારણે દરરોજ 5,000 થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સ્મશાનની આસપાસ મૃતદેહોના ઢગલા હોવાના અહેવાલો છે. પોલીસ અધિકારીઓ અને ગાર્ડોએ બેઇજિંગમાં સ્મશાનગૃહની રક્ષા કરતા જોવા મળ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે અહીં પોલીસ તૈનાત કરવામાં આવી રહી છે જેથી કોરોનાથી મૃત્યુ પામેલા મૃતદેહોના અંતિમ સંસ્કારને પ્રાથમિકતા આપવામાં આવે, પરંતુ તેમ છતાં લોકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે.
90 દિવસમાં 90 કરોડ કેસની આશંકા
ચીનમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ચીન સરકાર સતત એના આંકડાઓ છુપાવી રહી છે. ત્રણ દિવસ પહેલાં બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવાયું હતું કે આ સપ્તાહમાં ચીનમાં એક દિવસમાં કોરોનાના કેસની સંખ્યા 3 કરોડને પાર થઈ જશે. આ આંકડા અત્યારસુધીના સૌથી વધુ આંકડામાં ગણાશે. આગામી ત્રણ મહિનામાં 90 કરોડ લોકો સંક્રમિત થાય એવી બ્લૂમબર્ગે આશંકા વ્યક્ત કરી છે. ચીનનમાં કેટલાંક શહેરોમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે 20-20 દિવસનું વેઈટિંગ દર્શાવાય છે. સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાંબી લાઈનો જોવા મળે છે. આ ઉપરાંત મૃતકોના સ્નેહીજનોને અંતિમસંસ્કાર માટે ટોકન આપવામાં આવે છે.
News18ગુજરાતી
કોરોનાના કહેરથી દરરોજ 8 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. 25 ડિસેમ્બરના 24 કલાકમાં 16 હજારથી વધુ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. માત્ર બીજિંગમાં 8 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આ પહેલાં 21 ડિસેમ્બરે સૌથી વધુ 10 હજાર 700 લોકોનાં મોત બીજિંગમાં થયાં હતાં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
