આજે તારીખ 01-09-25 સોમવારનાં રોજ ઊંઝા – વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે બસ સ્ટેન્ડ પાસે રોડ પર જ આવેલ શ્રી પંચદેવ કુટિરમાં ગામનાં સાથ સહકારથી શ્રી રામદેવપીર મહારાજનો નેજો ચઢાવવામાં આવ્યો,
જેમાં આશ્રમના મહંતશ્રી વિરમજી ભગત સાથે અન્ય સેવક ગણ રામસિહભાઈ, રણજીતસિંહ રાજપુત, મહેન્દ્રસિંહ સરપંચ, અનીલ ઠાકોર મહેસાણા, ચૌધરી રમેશભાઈ તથા ગંભીરજી પંચદેવ કુટીર આશ્રમ ખંડોસણના અન્ય ભક્તો મળી રામદેવપીરનો નેજો ચઢાવી ધન્યતા અનુભવી.
અત્રે વિશેષ ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી શ્રી પંચદેવ કુટિર આશ્રમમાં અવારનવાર ભજન – સત્સંગ અને અન્ય ધાર્મિક સેવાઓ થઇ રહી છે.
અહેવાલ : આશિષ પટેલ ઐઠોર
Mo : 987 986 1970
