કેટલાય દિવસોથી નજીકની સ્થાનિક પ્રજા આટલા મોટા ખાડાને લીધે સતત એક બાજુનો રસ્તો બંધ રાખવો પડતો હોવાથી ત્રાસી ગઈ છે.
અનેક વારના રીપેરીંગ પ્રયત્નો પછી પણ એક જ વરસાદમાં ખાડાની બધી વાસ્તવિકતા ખુલ્લી પડી જાય છે.
પદ્ધતિસરનું યોગ્ય પાકું રીપેરીંગ લેવલ રોડ રોલર ફેરવવા સાથેના આ કામ ના થવાને લીધે ખાડાની પરિસ્થિતિમાં કોઈ સ્થાઈ કાયમી ફર્ક પડતો નથી.
વહેલી તકે સ્થાનિક તંત્ર આ સમસ્યા પર કાયમી રાહે યોગ્ય કૃપા દ્રષ્ટિ કરે એવી નજીક રહેતા લોકોની માંગણી છે. હાલ રોકાઈ ગયેલા વરસાદમાં તંત્ર આ બાબતે ક્યારે જાગે છે તે જોવાનું રહ્યુ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
