શાળાનાં બાળકો અને સ્ટાફ મિત્રો દ્વારા માટીમાંથી બનાવવામાં આવેલ શ્રી ગણપતિબાપા ની મૂર્તિ ને વાજતે ગાજતે,નારાઓ સાથે લાવી પૂજન,અર્ચન,આરતી,થાળ વગેરે થકી શ્રી ગણેશજી ને વધાવવામાં આવ્યા હતા.
શાળાનાં બાળકો દ્વારા ગીત, ભજન, ધૂન,નારા તથા માહિતી રજૂ કરવામાં આવી. શાળાનાં ઉત્સાહી આચાર્ય ખોડાભાઈ પટેલે આ પર્વનું હિન્દુ ધર્મમાં મહત્વ સમજાવી ધર્મ અને કર્મ વિશે સમજ આપી હતી. આ પ્રસંગે ખાસ પર્યાવરણ વિષયક વાત કરી લોક જાગૃતિ સંદેશ પણ આપ્યો. હતો. બાળકો તથા સ્ટાફ મિત્રોની કાર્ય શક્તિઓ ને બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતા. શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ પરિવારે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
