ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ આવેલા તળાવવાસમાં આજ 28-08-25 ગુરુવારના રોજ સમસ્ત તળાવવાળો વાસ આયોજિત પૂર્ણ વિધિવિધાન સાથે શાસ્ત્રી વીરેન્દ્રભાઈ મહારાજના હસ્તે શ્રી દાસજીયા ગોગા મહારાજનું મંદિર, તળાવવાળા વાસ, ઐઠોરમાં હવન યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.
મંદિરમાં આવનારા દર્શનાર્થીઓ અને આમંત્રિકો માટે ચા – પાણી અને હવનની પુર્ણાહુતી પછી સાંજે 5:30 વાગે શ્રી ગણપતિ મંદિરના પાર્ટી પ્લોટમાં ભોજન પ્રસાદીની પણ સરસ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.
શ્રી દાસજીયા ગોગા મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
