ગણેશચતુર્થી એટલે કળિયુગના જીવંત સુન્દુરીયા દેવ મનાતા શ્રી ગણપતિ દાદાનો જન્મદિવસ.
દાદાનો જન્મદિવસ હોય અને શ્રી ગણપતિ મંદિર ઐઠોરમાં ધાર્મિક પોગ્રામ ના હોય તેવું બને??
વર્ષે લાખો ભક્તો જ્યાં દર્શનાર્થે પધારે છે તે શ્રી ગણપતિ મંદિર ઐઠોરમા ગણેશચતુર્થી નિમિત્તે મંદિર પરિસરમાં જ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
‘ૐ ગં ગણપતયે નમો નમઃ,,,,
,,,,,,,ગણપતિ બાપા મોરિયા’
મંત્રની અખંડ ધૂન ભવ્ય રીતે ઉજવાય તેવી રીતે ગોઠવવામાં આવેલ છે. જેમાં આવનાર ભક્તો માટે ચા ની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
સેવકો પણ ખડેપગે રહેશે.
પોગ્રામમાં ગામના તમામ મહિલા મંડળના સાથ સહકારથી દાદાના આશીર્વાદ મળે તેવી રીતે ભાવભરી રીતે ભક્તિપૂર્ણ વાતાવરણ બનશે.
ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાય અને દાદાની પ્રસન્નતાનો લાભ લે તેવી આશા મંદિર ટ્રસ્ટી મંડળે વ્યક્ત કરી છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo:987 986 1970
