Explore

Search

September 6, 2025 12:15 pm

IAS Coaching

ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે (અશ્વિન પેન્ટર) સહપરિવાર શ્રી ગણપતિ મંદિર, ઐઠોરના દર્શન કરી ધન્યતા અનુભવી.

ભારતભરમાં પ્રખ્યાત ઐઠોરના શ્રી ગણપતિ દાદાના દર્શનનો દિવ્ય અવસર ભાગ્યે જ કોઈ ધાર્મિક વ્યક્તિ ચુકી શકે.

17-07-25 ગુરુવાર ના રોજ સહપરિવાર પધારેલ સંજયભાઈ રાવળના જણાવ્યા મુજબ, શ્રી ઐઠોરા ગણેશ પર તેઓની અપાર શ્રદ્ધા છે અને સમયની અનુકૂળતા મુજબ અવારનવાર દાદાના દર્શને આવતા હોય છે.

શ્રી ગણપતિ મંદિરમાં આ સમયે હાજર ટ્રસ્ટી હાર્દિકભાઈ પટેલ અને મંત્રી રાહુલભાઈ પટેલે ખેસ પહેરાવી, સ્મુતિ રૂપે દાદાનો ફોટો અને પ્રસાદી આપી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ઊંઝા તાલુકા ભાજપ મહિલા પૂર્વ ઉપપ્રમુખ સ્મિત્તિકાબેન સુથાર અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

સંજયભાઈએ મંદિરના ભોજનપ્રસાદીનો લાભ લઇ પ્રસાદીના સ્વાદને ખુબ વખાણ્યો હતો.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai