બાજુમાં ઊંઝા સુધી સ્પેશ્યલ પીવાનું શુદ્ધ પાણી લેવા માટે કેટલાય સિનિયર સિટીજનો સાયકલ લઈને કે યુવા વર્ગ પોતાનું પેટ્રોલ બાળીને ધક્કા ખાય છે,
ત્યારે પણ સ્થાનિક તંત્ર અને કેટલાક આગેવાનો પોતાના કયા સ્વાર્થ માટે લોકહિતનું આટલુ મોટુ કાર્ય રોકી રહ્યા છે તે તપાસવું રહ્યુ.
ઊંઝા તાલુકાના સૌથી મોટા ગામડાઓમાના એક એવા ઐઠોર ગામમાં બધા જ સમાજના લોકો અહીં વર્ષોથી હળીમળીને વસી રહ્યા છે.
મિનરલ અને શુદ્ધ પીવાનું પાણી ના હોવાના કારણે ગામના બધા જ પરિવારો ઊંઝા જઈ રોજ પીવાનું પાણી લાવી શકે તેવી સ્થિતિમાં હોતા નથી.
ગામના મોટા ભાગના લોકો આ જાહેર સમસ્યા સાથે સખ્ત હેરાન ગતિ ભોગવી રહ્યા છે.
ખાસ આ બાબતે સ્થાનિક તંત્ર સામે જાગૃત લોકોની નારાજગી જાહેર થઇ રહી છે.
નાના- નાના ગામડાઓમાં પણ હવે પંચાયત હસ્તક શુદ્ધ પીવાના પાણીના પ્લાન્ટ બની ગયા છે,
પણ ના જાણે કેમ ઐઠોર ગામને કોની નઝર લાગી છે કે, તંત્ર સાથે મળી કેટલાક મતલબી નફ્ફટ રાજકારણીઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં આખા ગામને દાવ પર લગાવી નિર્દોષ ગામજનોને બીમારી અને રોગના ઘરમાં ધકેલી રહ્યા છે.
વહેલી તકે ગામની આ વર્ષો જૂની સમસ્યા ઉકેલાય તેવી ગામજનોની માંગણી છે.
હવે આ મુશ્કેલીના કાયમી સમાધાનની સમગ્ર આશા બનનાર નવા મહિલા સરપંચ પર બની રહેશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
