57 વર્ષે આવેલા આજના શ્રી હનુમાનજી જન્મોત્સવના દૈવી યોગ ચૈત્રી પૂનમ અને શનિવારના રોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની મઢીએ યજ્ઞનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
ગામજનો અને ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હનુમાનજીની વિશેષ પ્રસન્નતા હેતુ વિશેષ ધૂપ, દીપ, પ્રસાદી-ભોગ,આરતી, સ્તુતિ કરવામાં આવી હતી.
અગાઉથી ગોઠવેલ આયોજન મુજબ આમન્ત્રિત કરેલ ઐઠોર ગામના મંદિરોના પૂજારીઓને યોગ્ય દક્ષિણા આપી ભોજન પ્રસાદી કરાવવામાં આવી હતી.
કાયમ સેવા આપતા ગામના સેવકો, ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મહંત શ્રી નારાયણશરણદાસજીના સીધા માર્ગદર્શન દ્વારા મહંત શ્રી માધવદાસ મહારાજ અને ગામના સેવકો સાથે મળી સરસ આયોજન થયું હતું.
આ ભક્તિમય વાતાવરણની દિવ્યતા પામી સૌ ભક્તો ધન્ય બની ગયા હતા.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
Mo- 987 986 1970
