ઘોડાના નિશાનવાળી નવી પરિવર્તન પેનલનો એક તરફી ભારે વિજય.
અનેક વિવાદો ના અંતે સંયુક્ત ચેરિટી કમિશનરશ્રી મહેસાણા વિભાગ મહેસાણાના અરજી નં. 30/2024 હુકમ તા. 19-12-24 નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી ટ્રસ્ટના બંધારણ મુજબ આજ તારીખ 25-12-24 ને બુધવારના રોજ પાર્થ પ્રાથમિક શાળા, ઐઠોરમાં યોજાઈ ગઈ.
કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.
નવા પરિવર્તન પેનલના ટેકેદાર સભ્યોએ ખુબ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું.
સામે સૂર્યના નિશાન વાળા જુના પક્ષે ચૂંટણીનો જાણે બહિષ્કાર કર્યો હોય તે મ મતદાન માટે ખાસ કોઈ દેખાયું જ નહોતું.
10 મતદાન બુથો સાથે સવારે 8 વાગ્યાં પછી શરૂ થયેલ આ ચૂંટણી સાંજના 4 વાગ્યાં સુધી ચાલી હતી અને 5 વાગ્યાં પછી તે જ સ્થળે બેલેટ પેપરોની મતદાન ગણતરી કરવામાં આવી હતી.
ટ્રસ્ટ માટે બેય બાજુ 7 – 7 ઉમેદવાર સાથે રાખી યોજાયેલ આખા ઐઠોર ગામમાં ચૂંટણી ને લઈને આખો દિવસ ભારે ઉત્તેજના ભર્યો માહોલ જોવા મળ્યો હતો.
રાત્રે 8:30 વાગે નવી પરિવર્તન પેનલની જંગી મતોથી જીત જાહેર કરાતા મુખ્ય બાબુભાઇ પટેલ અને અન્ય ઉમેદવારો ને લોકોએ શુભેચ્છાઓથી વધાવી લીધા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -9879861970
