Explore

Search

September 6, 2025 3:08 pm

IAS Coaching

સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર,ઐઠોર માં આવતી કાલથી ‘શ્રી શિવ કથામૃત’નુ રસપાન પ્રારંભ થશે.

33 કોટી દેવતાઓની દિવ્ય ભૂમિવાળા ઐઠોર ગામ અને વર્ષે લાખો લોકોના શ્રદ્ધાનુ કેન્દ્ર બની ચૂકેલ શ્રી ગણપતી મંદિર, ઐઠોરમાં અવાર-નવાર ધાર્મિક અને સેવાકીય આયોજનો થતા હોય છે.

વર્ષોની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શિવ કથાનુ ભવ્ય આયોજન 5-8-25 થી 11-8-25 સુધી યોજાશે, જેમાં સમસ્ત ઐઠોર ગામ અને આજુ-બાજુના ગામોના ધાર્મિક ભક્તો લાભ લેશે.

કથાનો સમય બપોરે 2:30 થી સાંજે 7 વાગ્યાનો છે. સમગ્ર આયોજન શ્રી ગણપતિ મંદિર સંસ્થા તરફથી ગોઠવાયેલ છે.

અહીં આવનાર કોઈ પણ ભકતને ક્યાંય કશી તકલીફ ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા પ્રમુખ શ્રી અને સમગ્ર ટ્રસ્ટી મંડળે ખુબ સારી રીતે કરી દીધી છે. સેવા હેતુ સ્વયંસેવકોની ટીમ પણ સતત હાજર જ રહેશે.

મંદિરના મેદાનમાં જ હજારો ભક્તો એકસાથે બેસીને આરામથી સાંભળી શકે તે પ્રકારનો ભવ્ય વોટરપ્રુફ મંડપ-ડોમ પણ બંધાઈ ગયો છે.

હાલ સમગ્ર આયોજનની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે.

અનુભવી અને પ્રખ્યાત વ્યાસપીઠ પ્રવક્તા શ્રી પંકજભાઈ જોષીના સ્વમુખે હજારો ભક્તો ભગવાન શિવની કથાના અમૃત રસનો લાભ લઇ ધન્ય બનશે.

પવિત્ર શ્રાવણ મહિનામાં દાદાના દિવ્ય ધામમાં શ્રી શિવકથા સાંભળવી એ એક દિવ્ય આધ્યાત્મિક લ્હાવો બની રહેશે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર

Mo- 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique