શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા
કર્મયોગી શ્રી અરવિંદભાઈ એલ. બારોટ (શ્રી જહુ માતાજી ઉપાસક ) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે
તા. 10/8/2025, રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન
40 મો રક્તદાન કેમ્પ, પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર, વિસનગર રોડ, ઊંઝા ખાતે યોજવામાં આવ્યો,
જેમાં 91 બોટલ રક્તનું દાન રક્તદાતા ભાઈ – બહેનો દ્વારા કરવામાં આવ્યું. સદર રક્ત સર્વોદય બ્લડ બેક, મહેસાણામાં અર્પણ કરવામાં આવ્યું,
આ પ્રસંગમાં પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ના હોદેદ્દાર દીપકભાઈ તથા શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સથવારા તથા મોટી સંખ્યામાં સેવક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,
શ્રી જહુ માતાજી સેવક પરિવાર દ્વારા સર્વે રક્તદાતાશ્રીનો તથા સેવક સમૂહ તેમજ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
