જેમાં એજન્ડા મુજબના કામો તથા મીટીંગમાં પધારેલ સભાસદોમાંથી મળેલ યોગ્ય સૂચનનો સાધારણ સભાએ સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવેલ.
1, ગત સભાનું પ્રોસેડિંગ ડિરેક્ટર કુમારી નેહાબેન જાની દ્વારા વંચાણે લેવામાં આવેલ.
2, 2024/25 ના વાર્ષિક હિસાબો એમ.ડી. શ્રી મહેશભાઈ શાહ દ્વારા વંચાણે લેવામાં આવેલ.
3, 2025/26 નું અંદાજપત્ર ડિરેક્ટર શ્રી રમણભાઈ સથવારા દ્વારા વંચાણે લેવામાં આવેલ.
4, 2023/ 24 ના ઓડિટ અહેવાલ ની નોંધ સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા વંચાણે લેવામાં આવેલ.
5, ડિવિડન્ડ 2024/ 25 ના વર્ષના નોંધાયેલ સભાસદોને 12% લેખે ડિવિડન્ડ આપવાની ભલામણ ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.
6, સભા અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ શાહ દ્વારા સ્વર્ગીય ડિરેક્ટર શ્રી મલયભાઈ ઓઝાને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરેલ અને સભાસદ શ્રીઓનું મળેલ સૂચન ને અનુમોદન આપી સંસ્થાના 4000 થી વધુ સભાસદો ને રૂપિયા એક લાખના એક્સિડન્ટ પોલિસીથી સુરક્ષિત કરવા માટે સંસ્થાના આધ્યસ્થાપક પ્રમુખશ્રી બુધાલાલ લલ્લુદાસ શાહની 101 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમના નામથી
” બી.એલ.શાહ એકસીડન્ટ વીમા સુરક્ષા યોજના” ને જાહેર કરવામાં આવી. તદુપરાંત સંસ્થાના વધુ વિકાસ અર્થે સભાસદોને સહકારથી સમૃદ્ધિ તરફ જવા માટે બચત/ ડિપોઝીટો મૂકવા તથા જરૂરિયાત પ્રમાણે ધિરાણ લેવા માટે સંસ્થાને પ્રાયોરિટી આપવા જણાવવામાં આવ્યુ. સંસ્થા વતીથી તમામ ડિરેક્ટરશ્રીઓ, કર્મચારીગણ અને સભાસદશ્રીઓ નો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ.
આ સભાનું સફળ સંચાલન ડિરેક્ટર શ્રી ખોડીદાસ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ.
સભાની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવેલ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
