ના ના,, આ ચોમાસાના વધુ વરસાદથી રોડ પર આવેલ પાણી નથી,
આ તો ઐઠોરના સત્તાધીશોના અણ આવડતનો જીવતો-જાગતો પુરાવો છે.
જાણે કોના બાપની દિવાળી,,!!??
વર્ષોથી નીચે મોટુ નાળુ વરસાદીય પાણીની અવર-જવર માટે ગોઠવેલ હતું તે ગયા ચોમાસે કસાય યોગ્ય કારણ વગર તંત્રે પુરી દીધું. હવે પરિણામ સ્વરૂપ થનાર હેરાનગતિ હાલ નઝર સામે જ છે.
રોડ રોલરથી દબાવીને લેવલ કર્યા વગર ઉપર રોડ રીપેરીંગ કરી નાખવાથી એક બાજુનો આખો રોડ દબાઈ જવાથી પાણીથી ભરાઈ ગયો છે.
હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ને ઐઠોર ગામના બસ સ્ટેન્ડની જ આ કરુણ હાલત છે,,!!
રોજ અહીંથી અવર-જવર કરનાર હજારો વાહનો અને સામાન્ય લોકોનો આમાં સુ દોષ,??
અકસ્માત થાય તો જવાબદારી કોની??
આ બાબતે સ્થાનિક હોદ્દેદારો સામે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર રાજકારણ કરવામાં જ રસ રાખતું ઐઠોરનું જવાબદાર સ્થાનિક તંત્ર આ બાબતે કોઈ યોગ્ય કાયમી પગલાં ક્યારે ભરે છે તે હવે જોવાનું રહ્યુ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
