Explore

Search

September 6, 2025 1:56 pm

IAS Coaching

ઐઠોર ગામની સળગતી સમસ્યાઓ,,!! નવા બનનારા મહિલા સરપંચ માટે માથાનો દુખાવો બની રહેવાની સંભાવના.

શ્રી ગણપતિ મંદિરના નામે જગતભરમાં પ્રખ્યાત થયેલ ઊંઝા તાલુકાના ઐઠોર ગામને સરપંચ પદ માટે સમરસ થવાની હાલ કોઈ સંભાવના હજુ સ્પષ્ટ દેખાતી નથી.

જે પણ મહિલા સરપંચ બનશે તેને શુદ્ધ પારદર્શક વહીવટની સાથે સાથે ગામની અનેક સમસ્યાઓ સમયસર યોગ્ય રીતે ઉકેલવી એ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઇ શકે છે.

ઐઠોરમાં 1 રૂપિયાના નજીવા દરે શુદ્ધ પીવાના મિનરલ પાણીનો પ્લાન્ટ બનાવવો અને શ્રી ઉમિયા માતા અને ઐઠોરા ગણેશના વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે તે ઊંઝા- ઐઠોર રોડને કાયમી સારો લેવલિંગ વાળો કરવો એ બે હાલની મુખ્ય સમસ્યાઓ લાગે છે,

તે સિવાય પશુ અને માનવીઓ માટે કાયમી 24 કલાક અનુભવી ડોક્ટર, બીજા બસ સ્ટેન્ડ આસપાસ અને શ્રી રામાપીર મંદિરથી શ્રી ગણપતિ મંદિર સુધી રસ્તાની કાયમી મજબૂત બનાવવો,

50 કરોડમાં સરકારમાં મંજુર થયેલ પુલનું કામકાજ જલ્દીથી શરૂ કરાવવું,

ગામને ચારેય બાજુ અધતન ટેક્નોલોજી સાથે cctv કેમેરાથી સજ્જ કરવો,

તમામ પાણીની ટાંકીઓની યોગ્ય રીતે સમયાંતરે નિયમિત સફાઈ,

ગામના દરેક ચોક અને મુખ્ય રસ્તાઓની સમયાંતરે નિયમિત સાફ સફાઈ,

શક્ય તમામ સલામત જગ્યાઓ પર ભરપૂર વૃક્ષારોપણ કરવું,

ઐઠોરના ગૌરવ સમાન 33 કોટી દેવતાઓના મંદિરનો વિકાસ,

સોમનાથ મહાદેવ અને ખોડિયાર માતા મંદિર જેવા ઐતિહાસિક અને જુના ગામના બહારના ભરપૂર એકાંત વાળા પવિત્ર સ્થાનોને પાકા રોડ, લાઈટ, પાણી, બાંકડા જેવી યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે.

શક્ય તમામ તળાવો વરસાદી પાણીથી ભરવા અને તે પાણી જમીનમાં ઉતારાવી પાણીનું લેવલ ઊંચું કરવું,

ઐઠોર gidc નું કામ જલ્દી આગળ વધે અને તેમાં સ્થાનિકોને વધુ નોકરી મળે,

નદીમાં છોડવામાં આવતું કેમિકલ અને ગટરનું ઝેરી પાણી કાયમ માટે બિલકુલ બંધ થાય, નદીની માટી ખાનગીમાં ચોરાતી કાયમી ધોરણે અટકે,

રખડતી ગાયોના લીધે ખેડૂતોને થતું નુકસાન અટકે, કાયમી ATM ની વ્યવસ્થા, પુસ્તકાલયનો વપરાશ વધે, ગામની બાજુના પરા વિસ્તારમાં રોડની સારી વ્યવસ્થા, બિનજરૂરી તમામ દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરવા, ગોચરની જગ્યાઓ પરથી દબાણો હટાવવા,

જેવા અનેક નાના- મોટા પ્રશ્નો આખુ ઐઠોર ગામ સીધી કે આડકતરી રીતે ભોગવી રહ્યું છે.

હવે નવા સરપંચ આવે તો આ બધા પ્રશ્નો તેને પોતાની સૂઝબુઝથી સરકાર અને ગામલોકો સાથે તાલમેલ રાખી ઉકેલવાના રહેશે.

ટૂંકમાં આપણે માનીએ છીએ તેના કરતા પણ વધુ આવનારા સમયમાં બીજી અનેક સામાજીક સમસ્યાઓ સાથે ઐઠોરના મહિલા સરપંચ પદનો તાઝ સાચવવો એ કદાચ કાંટાળો પણ સાબિત થઇ જાય તો નવાઈ નહિ,,!!

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer