તારીખ 13 માર્ચ -25 ગુરુવારે સનાતન ધર્મની દર વર્ષે ચાલી આવતી પરંપરા મુજબ શ્રી ગણપતિ મંદિરના ગામના દરવાજા પાસેના ચોકમાં સાંજના શુભ મુર્હુતમાં હોલિકા દહન કરવામાં આવ્યું.
આખો વિસ્તાર માનવભીડથી ઉભરાઈ ગયો હતો.
પ્રથમ બાળકના જન્મ પછીની પહેલી હોળીએ તેમના પરિવાર બાળકને સાથે રાખી પ્રદક્ષિણા કરી હોળી પૂજન કરી આશીર્વાદ મેળવતા હોય છે.
શાસ્ત્રોમાં ‘યજ્ઞ સમાન’ મનાતા આ હોલિકા દહનમાં ચારે બાજુ જળ ચડાવી પછી કપૂર, મગ, અડદ, સપ્ત ધાન્ય, કાળા તલ, સરસવ, જવ, ઘી, ગુગલ, શ્રી ફળ, ધાણી, ખજૂર, ચણા વગેરે જેવી અનેક પવિત્ર પદાર્થો હોમતા હોય છે.
આખા ઐઠોર ગામના લોકો સાથે મળી
આ તહેવારની ઉજવણી કરી ધન્યતા અનુભવતા હોય છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
