ઘી ના ઠામમા ઘી ધોળાયું હોય તેવું આ
હાલ ઐઠોરના સામાન્ય લોકમાનસ પર દેખાઈ રહ્યું છે.
છેલ્લે તલાટી મહેશભાઈ મોદીનો 31-12-24 ના રોજ વિદાય સમારંભ પછી સવા બે મહિનાના ટૂંકા ગાળામાં 3 જેટલા તલાટીઓ બદલાઈ ગયા.
સરકારી કામોની વધુ સારી સરળતા ખાતર
સ્થિર, અનુભવી, ગંભીર, ઉત્સાહી, પ્રામાણિક અને હસમુખુ વ્યક્તિત્વ ધરાવતા નિલેશભાઈ પટેલને પાછા ઐઠોર ગ્રામ પંચાયતના તલાટી પદે મુકવા ગામલોકોની સખ્ત લોકલાગણી હતી.
આગળ નિલેશભાઈએ ઐઠોરમાં તલાટી પદે પોણા ચાર વર્ષ જેટલો સ્થિર અને સંતોષકારક સમય વિતાવેલો ત્યારબાદ તેમની બદલી ઉનાવા થઇ ગયેલી.
સરપંચ ચાલુ હોદ્દા પર ના હોવાથી તલાટીઓની જવાબદારી વધી જતી હોય છે.
હવેથી ફરીથી ઐઠોર ગ્રામ પંચાયતમાં નિલેશભાઈ પટેલની હાજરીનો લાભ ગ્રામજનોને મળી રહેશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
