Explore

Search

September 6, 2025 9:37 pm

IAS Coaching

શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોખ મંદિર, ખજૂરીપોળ, ઊંઝા ખાતે આજે દુર્ગાઅષ્ટમીની મહાપલ્લી ભરાઈ.

‘નવરાત્રી’ એટલે જાણે આપણી સંસ્કૃતી અને ‘પલ્લી’ એટલે જાણે આપણો ધાર્મિક વારસો.

માતાજીની આરાધનાનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી.

લાખો ભક્તો માતાજીને અનેક રીતે પ્રસન્ન કરતા હોય છે, તેમાંય હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરાની તો વાત સુ કરવી?

દેશના દરેક ગામડાઓમાં, દરેક હિન્દુ સમાજમાં નવરાત્રીમાં આઠમની પલ્લી ખુબ ધામધૂમથી ઉજવાય છે, તેમાંય શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર,ખજૂરી પોળ,ઊંઝાની તો વાત જ અલગ છે.

મસાલો,આતસબાજી અને માં ઉમિયા ના જય ઘોષ સાથે વર્ષોથી ઉજવાતી આ પલ્લી દરમ્યાન માત્ર ઊંઝાના જ નહિ આજુબાજુના ગામડાઓના પાટીદારો,અન્ય સમાજ અને હજારો શ્રદ્ધાળુઓ આ શુભ પ્રસંગે દર્શન કરવાનું ચુકતા નથી.

આ પલ્લીમાં નૈવેદ્ય ચડાવ્યા પછી વહેંચાતી પ્રસાદીનો દિવ્ય લાભ લઇ ભક્તો ધન્ય બની જાય છે.

આ સેવાકીય આયોજનમાં ખાસ કરીને ઊંઝાના રૂસાત – મોલ્લોત સિવાય પણ મોટો પાટીદાર સમાજ જોડાયેલો છે.

ઉલ્લેખનીય છે કે આ સ્થાને અહીં હાલ ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલુ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique