Explore

Search

September 6, 2025 1:58 pm

IAS Coaching

Unjha : ઐઠોર અનુપમ પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષોરોપણ કરવામાં આવ્યું.

જેસીસ ક્લબ ઊંઝાના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ, જેસીસ કૃણાલભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર કશ્યપભાઈ પટેલ, પાર્થ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પી. પટેલ, શાળાના શિક્ષકગણ મહેશભાઈ પ્રજાપતિ, સંદીપભાઈ પટેલ, મનીષભાઈ મોદી, અલ્કેશભાઈ પટેલ તેમજ સહયોગ ગ્રુપ, ઐઠોરના સ્વયં સેવકો, આશિષ પટેલ, રવિ પટેલ, પપ્પુભાઈ વગેરે અને અન્ય જાગૃત નાગરિકો સાથે જોડાઈ આજ સવારે ઐઠોર અનુપમ પ્રાથમિક શાળામાં વૃક્ષોરોપણ કર્યું હતું.

વાવેલા વૃક્ષોમાં મુખ્યત્વે લીમડો, આસોપાલવ, બોરસલ્લી, સેવન, ગુલમહોર, સપ્તપર્ણી મુખ્ય હતા.

છોડની ફરતે પિંજરુ લગાવી તેને રખડતા પશુઓથી રક્ષણ પણ પૂરું પાડ્યું હતું.

વિશેષ ઉલ્લેખનીય છે કે,

તે સ્કૂલના જરૂરી ફેરફાર સાથે નવું જ બાંધકામ હાલ ચાલી રહ્યુ છે. જાગૃત તમામ શિક્ષકગણે વિશેષ રસ રાખી મોટા કરવાની પૂર્ણ જવાબદારી સાથે આ વૃક્ષારોપણ કરેલ છે.

તે સૌના મત મુજબ, અમારી આ સેવાથી અહીં ભણવા આવનારા વિધાર્થીઓ પ્રકૃતિનું મહત્વ સમજે અને વનસ્પતિની જાણવણીની આપણા જીવનમાં ઉપયોગીતા સમજી શકે તે માટે તેમને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા સમજાવી શકાય.

તેમનો સમાજસેવાનો આ પ્રયત્ન આખા ઐઠોર ગામમાં ચોમેર પ્રસંશાને પાત્ર બન્યો છે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર

Mo:987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai