જાત-જાતના અનુમાનોની ગામમાં ચોરે ને ચૌટે ચાલી રહી છે ચર્ચાઓ,,!!
ઊંઝા તાલુકાની 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આવતી કાલે 25 તારીખે કરવામાં આવશે.
અઢારેય જાતિઓથી ભરેલ ઐઠોર ગામના મતદાતાઓ એ 68% જેટલું કુલ વાટિંગ કરી મહિલા સરપંચ પદના ઉમેદવાર માટે આપેલ પોતાના મત હાલ મતદાન પેટીઓમાં સીલ થઇ પડ્યા છે.
આવતી કાલે 25 જૂન ને સવારે 7 વાગ્યાં પછી ઊંઝામાં ઐઠોર ચાર રસ્તા પાસે આવેલ એંશી પટેલ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા સાથે મતગણતરી કાર્યક્રમ યોજાશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
