સરપંચ પદનો ‘તાજ’ છેલ્લે કોના માથા પર મુકાય છે તે તો ઐઠોરના મતદાતાઓ જ નક્કી કરશે.

જોકે સીધી ટક્કર તો પાટીદાર સમાજ વતી ઉભા રહેલ જુલીબેન સચીનભાઈ પટેલ અને ઠાકોર સમાજ વતીથી કિંજલબેન રાજુજી ઠાકોર વચ્ચે જ રહેશે.
ત્રીજા ઉમેદવાર સોનલબેન રાહુલગીરી ગોસ્વામી પણ સખ્ત મહેનતના આધારે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
સમગ્ર ઐઠોર ગામને 12 વોર્ડમાં વિભાજન કરી મતદાતાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
કામધંધા હેતુ સુરત,અમદાવાદ,મહેસાણા કે અન્ય શહેરોમાં રહેતા પણ મતદાનનો હક ઐઠોરમાં ધરાવતા લોકો પણ મોટી સંખ્યામાં આવશે તેવી સંભાવના છે.
અહીં ખાસ નવાઈની વાત તો એ છે કે, ઐઠોરમાં સરપંચ પદની ત્રણેય મહિલા ઉમેદવાર પહેલી જ વાર ઐઠોરના સ્થાનિક રાજકારણમાં જમ્પલાવી પોતાનું નસીબ અજમાવી રહી છે.
જોકે જુલીબેન પટેલે પોતે 700 કરતા પણ વધુ મતથી લીડ મેળવી ભવ્ય જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
