શ્રાવણ એટલે શિવનો પ્રિય મહીનો.
શ્રી ગણપતિ દાદાના ધામમાં શિવકથા સાંભળવી એ એક લ્હાવો છે.
10-08-25 રવિવારે આજે સપ્તાહના છઠ્ઠા દિવસે શ્રોતાઓની ભારે ભીડથી આખો ડોમ ભરાઈ ગયો હતો.
22 કુલર, અનેક પંખા,
50 સોફા અને
1200 ખુરશીઓ, વિશાળ પાર્કિંગ અને વોટર પ્રુફ વિશાળ ડોમની ભરપૂર વ્યવસ્થાથી
સજ્જ ભક્તગણોને સહેજ પણ તકલીફ ના પડે તેનુ ખાસ ધ્યાન સંસ્થાએ રાખ્યું છે.
ગરમા-ગરમ ચા અને ઠંડા મિનરલ પાણીની પણ ભરપૂર વ્યવસ્થા કરવામાં આવેલ.
સ્ત્રીથી શિવલિંગનો સ્પર્શ થાય કે નહિ તેના જવાબમાં લોકપ્રિય કથાકાર શ્રી પંકજભાઈ જોષી એ કહ્યુ હતું કે,
‘સ્ત્રી શિવલિંગનો સ્પર્શ અને પૂજા જરૂરથી કરી શકે પણ કેટલાક મંદિરો કે તીર્થ સ્થાનોમાં પરંપરાગત નિયમો હોય તો તેનું પણ પાલન થવુ જ જોઈએ.’
સંસ્થા તથા ટ્રસ્ટીગણની એડવાન્સ જાગૃતિ સાથેની વ્યવસ્થાને લીધે શ્રી શિવ કથા સાંભળવા આવનારને કોઈ પણ પ્રકારની અગવડનો અનુભવ થયો નહોતો. સેવકોની ટીમ પણ ચારેબાજુ સેવા માટે તૈયાર જ હોય છે.
શ્રી શિવ કથા આખા ગામના ચારેય બાજુથી આવનાર શ્રોતાઓને ભારે આધ્યાત્મિક ઊંડાણ સાથેની અનેક વ્યવહારુ સમજ પણ આપી રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
