તાજેતરમાં spg ઊંઝામાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવેલ,
આ સમગ્ર ટીમ અને કારોબારી સાથે મળી તારીખ -6-8-25 ને બુધવારના રોજ વિશ્વભરના પાટીદારોની કુળદેવી અને વર્ષે લાખો ભક્તોની શ્રદ્ધાનુ કેન્દ્ર રહેલ જગતજનની માં ઉમિયાના મંદિરે દર્શન કર્યા અને આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી.
શ્રી ઉમિયા માતાજી મંદિરે આ સમયે ત્યાં હાજર સ્વાગત કમિટીના ચેરમેન દશરથભાઈ પટેલ (બજરંગ) દ્વારા સૌ નવા હોદ્દેદારને ખેસ પહેરાવી, પ્રસાદ આપી સન્માનિત કર્યા હતા.
Spg ઊંઝા તાલુકા પ્રમુખ હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે,
Spg દ્વારા હાલ જે સમાજસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે એની લોકો સુધી સાચી માહિતી નિયમિત પહોંચે એ માટે સમાજના લોકોને માહિતગાર કરવાના હેતુથી ઊંઝા ખાતે ભવ્ય કાર્યક્રમનુ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
