કડી તાલુકામાં આવેલ વિડજ ગામના વતની અને નાનીકડીમાં આવેલ શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ખોડાભાઈ બી.પટેલ તથા ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નાનીકડી માં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી ખોડાભાઈની બંન્ને જુડવા દીકરીઓ હેપી અને હનીએ આજ રોજ ચકલાંને ચણ, વૃક્ષારોપણ, વૃક્ષ પૂજન તથા મુતરડી -સંડાસની સફાઈ કરી પ્રેરણાત્મક રીતે જન્મ દિવસની ઉજવણી કરી.
ત્રણે નો જન્મ દિવસ 31 જુલાઈ એ આવે છે એને પ્રભુના આશીર્વાદ સમજી માતા – પિતા, પૂર્વજો, કૂળદેવી, કૂળદેવતા, ગુરુજન અને દૈવી શક્તિ તથા પરમાત્માની પૂજા વંદના કરી પર્યાવરણ, સ્વચ્છતા અને જીવદયાનો સંદેશ આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે. માતા રેણુકાબેન, મોટી દીકરી ઝરણા, સર્વ સ્વજનો, સગા સંબંધી, મિત્રવર્ગ, શાળાનાં સૌ સ્ટાફ મિત્રો તથા સંસ્થા પરિવારે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1870
