ગાયત્રી શક્તિપીઠ મહેસાણામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સમિતિ મહેસાણા અને વિશ્વ ગાયત્રી પરિવાર આયોજીત શિક્ષક ગરિમા શિબિર યોજાઈ જેમાં મહેસાણા જીલ્લામાંથી અનેક શિક્ષકો એ ભાગ લીધો હતો.આ અવસરે મા.શંકરભાઈ પટેલ, મા.નટુભાઈ દલવાડી, ડો.મમતાબેન પંડિત, મા.ભરતભાઈ પટેલ, મા.સૂર્યકાંતભાઈ રાવલ સહિત તાલુકા અને જીલ્લા ગાયત્રી પરિવારમાં જવાબદારી વહન કરનાર અનેક કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં પરીક્ષાલક્ષી ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શાળા, મહાશાળા તથા કોલેજોમાથી વધારે સંખ્યા જોડાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. સેવા કરનાર કન્વીનરશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા સક્રિય સેવા કરનારનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરીક્ષા નું મહત્વ સમજાવી ગાયત્રી મંત્રનાં મહિમાનું ગાન કરાવનાર અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, નાની કડીનાં આચાર્ય ખોડાભાઈ બી.પટેલનું સેવા-સ્નેહ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ખોડાભાઈ સાહેબની સેવાઓને બિરદાવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
