અરહમ ગ્રુપ દ્વારા માનવ મંદિર સંસ્થા, ઊંઝામાં દિવ્યાંગ બાળકોને રસ-પુરી સાથેનુ સંપૂર્ણ જૈન ભોજન આપવામાં આવ્યું.
ઊંઝા તાલુકામાં ઐઠોર ચોકડી નજીક પાણીની ટાંકી પાસે બાળકો માટેની વર્ષોથી સામાજીક સેવા કરતી માનવ મંદિર નામની સંસ્થા આવેલી છે.
આજના આ સેવાકીય પ્રસંગે ઊંઝાની અરહમ ગ્રુપની તમામ બહેનો ઉપસ્થિત રહી હતી.માનવ મંદિર સંસ્થાના હોદ્દેદારોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની તમામ સેવાકીય સંપૂર્ણ માહિતી આપી હતી. સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી તમામ બહેનો પ્રભાવિત થઈ હતી અને ભવિષ્યમાં પણ માનવ મંદિર સંસ્થામાં તન,મન અને ધનથી સેવા કાર્યોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.
તમામ બાળકો સાથે તેમણે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી અને બાળકોની સમજી શકે તે રીતે તેમની ભાષામાં વાર્તાલાપ પણ કર્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
