સાંસદ હરિભાઈ પટેલે એફ સી આઈ ગોડાઉનમાં અનાજનુ વજન અને ગુણવત્તા ચકાસી.
આજે મહેસાણા સાંસદ તેમજ ફૂડ તેમજ કન્ઝ્યુમર અફેર્સ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ભારત સરકારની કેન્દ્રીય સમિતિના સભ્ય હરિભાઈ પટેલે જાહેર વિતરણ વ્યવસ્થા માટેના એફ સી આઈ ગોડાઉનનું આકસ્મિક ચેકીંગ કર્યું હતું.
સાંસદે એફ સી આઈ ગોડાઉનની મુલાકાત દરમિયાન અનાજની ગુણવત્તા અને વજનનું જાત નિરીક્ષણ કરી અધિકારીઓને વિવિધ સૂચન કર્યા હતા.
અનાજની ગુણવત્તા ખૂબ સારી હોવાની વિગત સામે આવી હતી.
સાંસદની જાગૃતતાના કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં લગભગ મોટેભાગે સફળતા હાસિલ કરી શકાઇ છે,
સાંસદની આ મુલાકાતનો ઉદ્દેશ્ય આમ જનતા સુધી પહોંચતા સરકારી અનાજની ગુણવત્તા ચકાસણીનો હતો.
ગોડાઉન જે સ્થળે ઉપર છે ત્યાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ત્યાં આ બાબતે પણ સાંસદ દ્વારા અધિકારીઓને વિવિધ સૂચન આપવામાં આવ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
