તેમણે વધુમાં જણાવ્યુ છે કે, મહેસાણા શહેરના રાધનપુર ચોકડી હાઈવે પર હાલમા જે ટ્રાફિક સમસ્યા છે એ અત્યંત ગંભીર બની છે.
વાહનોની અવર જવર વધવાથી ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધતી જાય છે. આ મામલે પરંપરા મુજબ ટ્રાફિક સિગ્નલ્સ પુનઃચાલુ કરવા હિતાવહ થઈ શકે છે.
સૂચિત છે કે પૂર્વે મહેસાણા શહેરના વિવિધ સર્કલ્સ પર નગરપાલિકા ખર્ચ દ્વારા ટ્રાફિક સિગ્નલ્સ સ્થાપિત કરાયા હતા, જેમાં રાધનપુર ચોકડી પણ સામેલ છે. જો કે ટેકનિકલ સમસ્યાઓને લીધે તે સિગ્નલ્સ બંધ થઈ ગયેલ છે અને હાલ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. અમોએ અગાઉ પણ 10 /9/ 2024 એ પત્ર દ્વારા મહેસાણા નગરપાલિકા ને જાણ કરેલી છે.
અત્યારની સ્થિતિમાં, રાહદારી અને વાહન ચાલકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી, ટ્રાફિક સિગ્નલ્સ તાત્કાલિક પુનઃપ્રારંભિત કરવા વિનંતી કરીએ છીએ. જો સિગ્નલ સાથે તે સ્થળે આવેલું સર્કલનું કદ ઘટાડવામાં આવે અને તે વધુ સુવ્યવસ્થિત રીતે ડિઝાઇન કરવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થામાં અસરકારક પરિવર્તન લાવી શકાય.
પ્યોઇન્ટ પ્લાન દ્વારા કામ શરુ કરવામાં આવે જેથી મહેસાણા શહેરના મુખ્ય સ્થળોએ ટ્રાફિક મુક્ત માર્ગસંચાર ઉપલબ્ધ થાય. આ કાર્યોની તાત્કાલિક શરૂઆત જિલ્લાના મુખ્ય સીટી એવા મહેસાણા માટે ઉત્તમ માપદંડ સ્થાપિત કરશે અને મુસાફરીમાં સુવિધા લાવશે.
તેમણે આ બાબતે ઝડપી નિર્ણયો લેવામાં આવે તેવી પણ આશા રજુ કરી છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
