મહેસાણા રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી ટુ વિલર વાહન ચાલકોની સલામતી અર્થે 30-12-24 ના રોજ સવારે તોરણવાળી માતાનો ચોક, મહેસાણા ખાતે નિઃશુલ્ક સેફટી ગાર્ડનું વિતરણ કરી એક મહાન સામાજીક સેવા કાર્ય શરૂ કર્યું હતું.
સેવાનું કામ હોય તો પછી ઊંઝા વાળા પાછું વળીને જુએ ખરું??
આજે 1-1-25 બુધવારે સવારે 9:30 વાગે જાયન્ટસ પરિવાર, ઊંઝા તરફથી પૂનમ કોમ્પ્લેક્સ આગળ, સવારે 9 થી 12 ઊંઝા apmc બિલ્ડીંગ પાસે દિનેશભાઇ પટેલ (ઊંઝા apmc પૂર્વ ચેરમેન) તરફથી અને સાંજે 4:30 વાગે કેશવ ભવન, ઊંઝા ધારાસભ્ય શ્રીની ઓફિસે વર્તમાન ઊંઝા ધારાસભ્ય કે. કે. પટેલ તરફથી સંપૂર્ણ ફ્રી માં પતંગની દોરીથી બચવા સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવશે. ઊંઝામાં રાજુભાઈ પટેલ (પી. એસ) જેવી કેટલીક અન્ય પણ સેવાભાવી વ્યક્તિઓ- સંસ્થાઓ સ્વખર્ચે દર વર્ષે ઉત્તરાયણ પહેલા આ પ્રકારની સેવાઓ કરે છે.
એક સાથે ઊંઝામાં પહેલી વાર આટલી બધી સેફટી ગાર્ડની ફ્રી સેવાઓથી ઊંઝાના ટુ વિલર વાહન ચાલકોમાં આનંદ છવાઈ ગયો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
