મહેસાણા, 26 ડિસેમ્બર 2024 ગુરુવાર મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિતમાં ઉમિયા ધામ રાઉ પરિસરમાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં આયોજિત યુવક-યુવતી લગ્ન પરિચય સંમેલનમાં મહેસાણા સાંસદ શ્રી હરિભાઈ પટેલને અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રીમતી કવિતા પાટીદારજી, શ્રી શાંતિલાલ ગામીજી, મધ્યપ્રદેશ પાટીદાર સમાજના અધ્યક્ષ શ્રી કાંતિલાલ પટેલજી તેમજ સમાજના વરિષ્ઠ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રી એ જણાવ્યું હતું કે ,
“આપણા સમાજની એકતા ,સંસ્કૃતિ અને પરંપરાઓ ને જોડી રાખતા યુવક યુવતીઓના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આ સંમેલન એક મહત્વપૂર્ણ આયોજન છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
