ભાજપની પ્રતિષ્ઠાને ભારે ધક્કો,,!!
કોણ જવાબદાર,,??
ગઈ કાલે 16-12-24 સોમવારે યોજાયેલા ઊંઝા apmc ની ચૂંટણીના આજે પરિણામ આવી ગયા,
જેમાં કોઈ પણ ભોગે અને ગમે તે કરીને પણ ‘મેન્ડેટ’ લાવેલા મોટા ભાગના ઉમેદવારો હારી ગયા હોવાથી સ્થાનિક તમામ નેતાઓ, ધારાસભ્ય, સંસદસભ્ય અને જિલ્લા પ્રમુખ સૌ માટે જાણે શરમનો વિષય બની ગયો.
અપક્ષમાં પણ રહી જીતનાર ઉમેદવારોએ મેન્ડેટને જાણે સહેજેય સેહ – શરમ વગર ધોળીને પી ગયા હોય એવી સ્થિતિ ઉભી થઇ.
શિસ્તબંધ મનાતી ભાજપ પાર્ટીના આ મેન્ડેટે જાણે આબરૂ ઉંધી વાળી.
કેટલીય જાતના કાવા – દાવા અને પ્રપંચો પછી જે ભાજપના મોટા માથાઓએ મેન્ડેટ અપાવ્યા તે બધા ઉમેદવારો પોતાની પાત્રતા સાબિત કરવામાં જાણે ઉણા ઉતર્યા. નિયમોની ઓવરટેક કરી જુઠવાદ, સમાજવાદ કે વંશવાદથી આપેલા મેન્ડેટ પણ આખરે પક્ષ માટે કામ ના આવ્યા.
વેપારી અને ખેડૂત બેય પેનલોના ઉમેદવારોમાં મોટા ભાગે ઊંઝા apmc પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ તરફી જ જીત થઇ.
એક રીતે ઊંઝા ધારાસભ્યની સત્તાની લાલચ પણ તેમની આ ભૂંડી હાર માટે વધુ જવાબદાર રહી. તેઓની નિષ્ક્રિય અને નબળી નેતાગીરી ભાજપના સમર્થક અને કાર્યકરોનો આંતરિક છૂપો અસંતોષ ઓળખી ના શકી તેનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું.
ટૂંકમાં મેન્ડેટ લેનાર કરતા ભાજપ સમર્થક ખેડૂતો અને વેપારીઓની શાનદાર જીત થઇ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
