તારીખ 6-12-24 ને શુક્રવારના રોજ મહેસાણાના આપણા લોકપ્રિય અને સક્રિય સાંસદ શ્રી હરીભાઈ પટેલે દિલ્હી ખાતે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.
વધુમાં તેમણે માણસા સ્થિત ચંદ્રાસર તળાવનું થયેલ લોકાર્પણ ઉપરાંત વધુ વિકાસ પ્રકલ્પો ઉમેરવા માટે સવિસ્તાર ચર્ચા કરી હતી.
આ પ્રકલ્પોમાં ચંદ્રાસર તળાવની બ્યુટીફીકેશનની કામગીરી, બોટિંગ વ્યવસ્થા તથા તળાવની આજુબાજુ અન્ય આકર્ષણના વિકાસની કામગીરીનો સમાવેશ થાય છે, જેના થકી આ તળાવ વધુને વધુ લોક આકર્ષણનું કેન્દ્ર બની એક ઉમદા પ્રવાસન સ્થળ તરીકે વિકસી આવશે.
વિશેષ ઉલ્લેખનીય છે કે,
હરિભાઈ એ એક અઠવાડિયા પહેલા જ મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ શુભેચ્છા મુલાકાત લઇ વિકાસના કાર્યોની વાતો કરી હતી.
લોકો વચ્ચે રહી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા હરિભાઈની તેમના આ વિશેષ કાર્યોની મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ નોંધ લેવાઈ હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
