Explore

Search

September 6, 2025 5:10 pm

IAS Coaching

શ્રી ઐઠોરા ગણેશની પાવન ભૂમિ પર આવતી કાલે શ્રી ચામુંડા માતાજી, શ્રી સધી માતાજી, શ્રી ગોગા મહારાજ, શ્રી વિર મહારાજના નવીન મંદિરમાં ફોટો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

 

આવતી કાલે તારીખ 2-12-24 સોમવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે ગામ તળાવ પાસે, તળાવવાળો વાસમાં ઝીંઝુવાડા પરિવાર સમસ્ત ઠાકોર ભાઈઓ દ્વારા શ્રી ચામુંડા માતાજી, શ્રી સધી માતાજી, શ્રી ગોગા મહારાજ અને શ્રી વિર મહારાજની નવીન મંદિરમાં ફોટો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસય મહોત્સવ આખા ગામના સહકારથી ભવ્ય રીતે ઉજવાશે.

વહીવટી કમિટી અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાની પૂર્ણ તૈયારીઓ ખુબ સરસ રીતે કરી દેવામાં આવી છે.

જેમાં પ્રથમ દિવસે સોમવારે સવારે 8:30 વાગે જારેડી પરાથી શોભયાત્રા નીકળશે.

10:30 વાગે શ્રી ટોડાના હનુમાનજી મંદિરે હવન કરવામાં આવશે.

બીજા દિવસે મંગળવારે સવારે 8:15 કલાકે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે,

જે સાંજે 4:30 વાગે પૂર્ણ થશે.

5 વાગે મહાઆરતી કરવામાં આવશે.

ત્યારબાદ 5:30 વાગે ભોજન પ્રસાદીની વ્યવસ્થા ચરીના મેદાનમાં આખા ગામ માટે રાખવામાં આવેલ છે,

ભોજન પ્રસાદીની તમામ વ્યવસ્થાનો ખર્ચ ગોસ્વામી ઈશ્વરપુરી સુખદેવપુરી મહારાજ તરફથી ગોઠવેલ છે.

આ સમગ્ર મંગલકારી મહોત્સવમાં મહંતશ્રી વાસુદેવાનંદપુરી બાપુ (આનંદ આશ્રમ, આસજોલ, બેચરાજી) ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

રાત્રે 9 વાગે રાસ ગરબાનો પણ પોગ્રામ રાખેલ છે,

જેમાં કલાકાર તરીકે સાવન બારોટ, પાયલ વાઘેલા અને અમિષા પ્રજાપતિ તેમની કલાનો લાભ આપશે.

આ બે દિવસીય મહોત્સવ – ધર્મયજ્ઞની સાથે સાથે આખા ગામના કુતરાઓને ખાવા માટે આશરે કુલ 200 કિલો જેટલા લાડવા, પક્ષીઓ માટે દાણા, ગાયો, કીડીઓ, માછલીઓ, કાચબા માટે પણ તેમને અનુકૂળ સરસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer