Explore

Search

September 6, 2025 5:34 pm

IAS Coaching

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ગણપતી મંદિર,ઐઠોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉપડ્યું.

આજે 18-11-24 સોમવાર, કારતક વદ ત્રીજ (ચોથ),સંકટ ચતુર્થી,ચંદ્રોદય રાત્રે 8:08

નિમિતે ભારતભરમાં પ્રખ્યાત યાત્રાધામ ઐઠોરમાં આખો દિવસ દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

દર મહિનાની જેમ આ વખતે પણ સંસ્થા તરફથી ચા-પાણી અને ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી.

આવી દરેક સંકટ ચોથમાં દૂર દૂરથી મોટા પ્રમાણમાં દાદાના ભક્તો દર્શન હેતુ પધારતા હોય છે.

 

અનેક પ્રકારના કષ્ટ વેઠી પગપાળા આવતા સંઘવાળા ભક્તો દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

 

સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય શ્રી ગણપતિ દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique