ભાટવાડો, ઊંઝાના શ્વાન રોટલાઘરમાં રોટલા ઘડવાની સેવા આપતી 665 બહેનોને માઁ મેલડી ના આશીર્વાદ સહ શણગારની સાડી આપી જયમાડી શ્રી ડાહ્યાભગત તથા મેલડી સેવક પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું,
આ પ્રસંગે ધિણોજ જિનાલયના શ્રી અક્ષયરત્નસુરીજી મહારાજ સાહેબ દ્વારા જીવદયા ઉપર પ્રેરક પ્રવચન તથા ઉપદેશ આપવામાં આવ્યું.
આ પ્રસંગે અમદાવાદથી જોગમાયા ઉપાસક શ્રી મુન્ના ભગત તથા જહુ માં ઉપાસક વિપુલભાઈ, જહુ પરિવાર ઊંઝા તેમજ મોટી સંખ્યામાં મેલડી સેવક પરિવાર તથા રામોસણા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બધા સૌ સાથે મળી જે અનેક પ્રકારની જીવદયાની સેવાઓ થઇ રહી છે તે હાલ ખુબ ગૌરવરૂપ છે અને પ્રશંસાને પાત્ર બની રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
