Explore

Search

September 6, 2025 5:24 pm

IAS Coaching

શ્રીદ્વારકાધીશ હવેલી મંદિર, બ્રાહ્મણચોરા પાસે નવોમહાઢ ઊંઝા ખાતે તારીખ 12-11-24 ને મંગળવારે ઉજવાયલ દેવ પ્રબોધિની એકાદશી (તુલસી વિવાહ) નિમિત્તે વૈષ્ણવો દર્શનનો લાભ લઈને ધન્ય થયા.

 

આ તુલસી વિવાહના શુભ ધાર્મિક પ્રસંગના મનોરથી કિરણભાઈ પ્રાણવલભદાસ ગાંધી બનેલા. આવા ઉત્સવો નિમિત્તે મનોરથીઓની સેવા મળતી હોય છે.

145 વર્ષ જૂની આ શ્રી દ્વારકાધીશ હવેલી મંદિર ઊંઝા ખાતે આવેલ છે. સંવત 2069 માં પુનઃનિર્માણ કરવામાં આવી અને આ શ્રીદ્વારકાધીશ હવેલી મંદિરમાં

ભગવાનનું સ્વરૂપ અંદાજીત 700 વર્ષ જુના પારેવા બ્લેક સ્ટોનમાંથી (મુખ્ય સ્વરૂપ) બનેલ છે. શ્રી દ્વારકાધીશપ્રભુ, શ્રી બલદેવજી, શ્રી સ્વામીનીજી અચલ સ્વરૂપ છે અને શ્રી નાથજી તથા લાલનના ચલ સ્વરૂપો આવેલા છે તેમજ બાજુમાં સોમનાથ મહાદેવ પણ

બિરાજમાન છે. વર્ષોથી આ હવેલીમાં પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલી પ્રમાણે સેવાના ક્રમથી દર્શન થાય છે.                તૃતીય પીઠાધીશ્વર પ. પુ ગોસ્વામી 108 ડો.શ્રી વાગીકુમારજી મહારાજશ્રી કાંકરોલી વાળાના સાનિધ્યમાં ઠાકોરજી બિરાજમાન છે

આ હવેલી મંદિર શ્રી વિસાનાગર વણીક સંચાલિત છે.

શ્રી ઊંઝા વિસાનાગર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સેવા ટ્રસ્ટ ઊંઝાના માળખાકીય વહિવટી દ્વારા સુંદર વ્યવસ્થા પ્રણાલીકા મુજબ સેવા થાય છે.

આ હવેલી મંદિર ઊંઝા ખાતે વાર તહેવારે ઘણા વૈષ્ણવો દર્શનનો લાભ લે છે અને રોજ મંગળા દર્શન,પલના, રાજભોગ ,ઉત્થાપન, શયન આરતી વિગેરે દર્શનનો પણ લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવો લે છે.

તુલસી વિવાહ અને દેવ પ્રબોઘીની એકાદશી હોવાથી આજે હજારો ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer