આજ તારીખ 12-11-2024 મંગળવાર ના રોજ મહેસાણા જીલ્લા ના માનનીય સાંસદ સભ્યશ્રી હરિભાઇ પટેલે ઉનાવા મર્કેટયાર્ડની ઓચીતી મુલાકાત લીધી જેમાં ઉનાવા માર્કેટયાર્ડ ના ચેરમેનશ્રી પ્રકાશભાઇ પટેલ સાથે માર્કેટયાર્ડ ઉનાવા વિષે વિસ્તૃત ચર્ચા કરી
ઉનાવા માર્કેટયાર્ડની વધુ માહીતી મેળવી હતી. ત્યાર બાદ તેમણે ઉનાવા માર્કેટયાર્ડમાં ચાલતી કપાસની હરાજી માં બજાર સમિતિ ઉનાવાના ચેરમેનશ્રી પ્રકાશભાઇ પટેલ તેમજ સેક્રેટરી શ્રી રાજેન્દ્રભાઇ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેકટર દેવાંગભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલને સાથે રાખી કપાસ ની હરાજીમાં ભાગ લીધો હતો. હરાજી જોયા પછી ખેડુતો સાથે ચર્ચા કરી એમ એસ પી બાબતે ખેડુતોને વધુ જાણકારી આપી અને ખેડુતોના પશ્નો અંગે ખેડુતોને સાંભળ્યા બાદ
હરાજી માં ભાગ લઇ ખરીદી કરતા વેપારીયો સાથે પણ ચર્ચા કરી. ખેડુતોને પોષણક્ષ ભાવ મળે તે અંગે વેપારીઓને જાણકારી આપી હતી. ખેડુતો ને પુછતાં ખેડુતોએ હરિભાઇ પટેલ ને કપાસ ના સારા ભાવો ઉનાવા માર્કેટયાર્ડ માં મળે છે તેવી જાણકારી આપી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
