કાળીચૌદસ એટલે ભક્તો માટે જાણે હનુમાનજી, વીર, ભૈરવ અને મહાકાલી જેવા ઉગ્ર દેવોની પ્રસન્નતા મેળવવાની રાત.
જાત જાતના ઉપાયોથી ભક્તો આ ઉગ્ર દેવોના આશીર્વાદ પામવા ઇચ્છતા હોય છે.
મોટાભાગના હનુમાનજીના મંદિરોમાં નાનો મોટો કોઈના કોઈ આને લાગતો પોગ્રામ દરેક જગ્યાએ હોય છે, પણ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામના શ્રી સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના મંદિર ખાતે આ વખતે સૌ પ્રથમ વાર કાશીથી ગંગા આરતીના નિષ્ણાંત વિદ્વાન પંડિતોના સાથે 31-10-24 ગુરુવારની આ કાળીચૌદસ રાત્રે 8 વાગે મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવ (હનુમાનજી)ની પ્રસન્નતા મેળવવા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે આખા ઉત્તર ગુજરાતમાંથી દાદાના ભક્તો દર્શન અને મહા આરતીનો દિવ્ય લાભ લેવા પધારશે.
આજથી 126 વર્ષ પૂર્વે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ભક્તિનંદન સ્વામી એ અહી કષ્ટભંજન દેવ પધરાવેલા.
ગયા વર્ષે 125 વર્ષનો ખૂબ જ મોટો ઉત્સવ ધામધૂમથી કરેલો.દિવાળીના તહેવારોમાં સુરત જેવા દૂર રહેતા ગ્રામજનો પણ આ પોગ્રામ માટે વહેલા આવી આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સેવા માટે ખડે પગે તૈયાર છે.
ગામજનોમાં પણ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
મંદિરનો વહીવટ મુખ્ય પાટીદાર સમાજ સાથે આખા ગામના સાથ – સહકારથી ખુબ સારી રીતે થઇ રહ્યો છે.
શ્રી કષ્ટભંજન દેવ સૌની મનોકામના પૂર્ણ કરે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
