પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી,(આનંદ અખાડા)
(શ્રી શિવ-શક્તિ ધામ આશ્રમ, લક્ષ્મીપુરા(ઐઠોર પાસે),ઉપડવા રોડ, વાલમ.ઉત્તર ગુજરાત)
નો આજ 55 મો જન્મદિવસ હોવાથી સાંજના 4 વાગ્યાથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન ગોઠવાયું હતું,
ત્યાર બાદ ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી-સ્તુતિ કરી મહાપ્રસાદી વહેંચાઈ હતી,
ભજન સત્સંગનો દિવ્ય લાભ સંગીત સાથે ગોઠવાયો હતો.
ભક્તિમય વાતાવરણમાં સૌ આનંદમય બની ગયા હતા.
ભોજન પ્રસાદીની પણ પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી,
આશરે 100 કરતા વધુ ભક્તો અને પાસેના ગામલોકો હાજર રહ્યા હતા.
દર વર્ષે અવાર નવાર આવા ધાર્મિક અને સેવાકીય નાના-મોટા આયોજન આ આશ્રમમાં કરવામાં આવતા હોય છે.
અનેક જાતના ફળ-ફૂલના વૃક્ષો અહીં વાવેલા છે.વર્ષોથી અહીં પક્ષીઓને નિયમિત ચણ ખવડાવવાની પ્રવુતિ પણ ચાલુ જ છે.
(આશ્રમમાં પક્ષીઓને દાણા આપવા હોય તો સંપર્ક :6351724622)
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
