આજ 23-07-24 સોમવારના રોજ ઐઠોર શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની મઢીએ શ્રી મહંત કાશીદાસ મહારાજની નવમી પુણ્યતિથિ નિમિતે ભજન સંધ્યાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
ઐઠોર ગામની બહેનોની ભજન મંડળીએ ભજન માટે સંગીત સાથે પોતાની નિઃશુલ્ક સેવાઓ આપી હતી.ગામજનો અને ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાત્રે 12 વાગે હનુમાનજીની વિશેષ ધૂપ, દીપ, પ્રસાદી-ભોગ,આરતી, સ્તુતિ કરી હતી.
કાયમ સેવા આપતા ગામના જુના સેવકો પણ ખડેપગે હાજર હતા.
હાલ અહીં સેવા આપતા રાધેશ્યામ મહારાજે મહંત શ્રી નારાયણશરણજીના માર્ગદર્શન દ્વારા ગામના સેવકો સાથે મળી સરસ આયોજન કર્યું હતું.
આ ભક્તિમય વાતાવરણની દિવ્યતા પામી સૌ ભક્તો ધન્ય બની ગયા હતા.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
