Explore

Search

September 10, 2025 6:27 am

IAS Coaching

ઊંઝા શહેરની મેઈન હાઇવે પરની લોકમાગણીની સમસ્યાઓનો સુખદ અંત આવશે.

 

મહેસાણા – પાલનપુર (SH-41) રોડ પર ઊંઝા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા રસ્તા પર આવેલ ફ્લાય ઓવર બ્રીઝ નીચે પાલનપુર તરફના DFCC ના બ્રીઝ જવા આવવાના અપ્રોચ રોડ, બંને બાજુના સર્વિસ રોડની પહોળાઈ વધારવા, પેવર બ્લોકની કામગીરી તથા પાર્કિંગની સુવિધા માટે ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે 23-12-2023 એ પત્રથી રજુઆત કરેલ જેના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ રોડ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 6,48/- કરોડના કામની મંજૂરી આપેલ છે, જે કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.

આ કામગીરી પૂર્ણ થવાથી ઊંઝા બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં સ્વચ્છતા વધશે અને પાર્કિંગમાં થતી તકલીફો દૂર થશે.

ઊંઝા હાઇવેથી પસાર થતા વાહનો, સ્થાનિક નગરજનો, apmc ના કામ માટે આવતા લોકો અને માં ઉમિયાના દર્શને આવતા લાખો લોકોની સગવડ માટે આ એક જરૂરી લોકહિતનું કાર્ય  ઊંઝા ધારાસભ્ય શ્રી કે કે પટેલના પ્રયત્નોથી પૂર્ણ થશે.

સરકારે આ રોડ 6 માર્ગીય કરવાથી ઊંઝા મત વિસ્તારના લોકો વતી ધારાસભ્ય શ્રી કે કે પટેલે મુખ્યમંત્રી શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :આશિષ પટેલ, ઐઠો

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai