આજ રોજ઼ 20-09-24 શુક્રવારના રોજ઼ ઐઠોર ગામના વર્તમાન તલાટી શ્રી મહેશભાઈ મોદીએ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી સ્વ. કાન્તિલાલ કાળીદાસ મોદીની યાદગીરી નિમિતે ઐઠોર ગામના તમામ આશરે 500 જેટલા વિધાર્થીઓ અને તમામ સ્કૂલ સ્ટાફ ને તિથિ ભોજન કરાવી શ્રાદ્ધના પુણ્યશાળી દિવસોમાં મહાન સત્કર્મનો લાભ લીધો હતો.
પાર્થ પ્રાથમિક શાળા, ઐઠોરના તમામ સ્ટાફે મહેશભાઈ અને પરિવારનો લખાણ સાથે આભાર માન્યો હતો.
તલાટી મહેશભાઈની આ સરાહનીય કામગીરી ને ગામલોકોએ ખુબ વખાણી હતી.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
