તા: 24-08-25 ના રોજ પાટીદાર સમાજ કુળદેવી મા ઉમિયાજી જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવા ઊંઝા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરે જઈને માતાજીની પૂજા કરી તેમજ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી પ્રાર્થનાઓ કરી.
આ તબક્કે મંદિરના ટ્રસ્ટી શ્રી દશરથભાઈ પટેલ (બજરંગ) દ્વારા મંદિર ટ્રસ્ટ વતી તેમનું સમ્માન કરવામાં આવ્યું તેમજ યોગાનુયોગ આજ રોજ મંદિરના ટ્રસ્ટી મંડળની વાર્ષિક કારોબારી બેઠક પણ હતી તો બેઠકમાં જઈને પાટીદાર સમાજના સૌ ધરખમ વડીલો તેમજ આગેવાનોને અને ટ્રસ્ટી મંડળને પ્રણામ કરવાની અમૂલ્ય તક પણ સાથે – સાથે લઇ લીધી.
અહીં ખાસ જણાવવાનું કે,
વિસાવદરના આપ પાર્ટીના ધારાસભ્ય બન્યા પછી તેઓ પહેલી વાર પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીએ પધાર્યા હતા.
તેમની આ મુલાકાતથી ઊંઝાના રાજકારણમાં અંદર ખાને ગરમાવો આવી ગયો હતો અને અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.
તેમની સાથે-સાથે આપ પાર્ટીના હોદ્દેદારો શ્રી જયદેવસિંહ ચાવડા (વકીલ) યાસ્મિનબેન, નિલેશભાઈ પટેલ (બોડલી), તેજસભાઈ પટેલ (આર્મી) સહિતના અનેક અન્ય આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
