આજ 22-08-25 ને શુક્રવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા તથા રોટરી પરિવાર ઊંઝા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગ થી નિ:શુલ્ક કેન્સર સ્કિનિંગ કેમ્પ સ્તન કેન્સર મેમોગ્રાફી પેપ ટેસ્ટ, ગર્ભાશયના મુખના કેન્સર DNA ટેસ્ટ અને મોઢાના કેન્સરનો કેમ્પનું પ્રાથમિક આરોગ્ય સેન્ટર PHC ટુંડાવ ખાતે આયોજન કરવામાં આવ્યો હતો.
જેમાં ટુંડાવ ગામ તથા આજુબાજુના વિસ્તારના 130 થી વધારે લોકો દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જે કોઈ લાભાર્થીને તપાસ અર્થે વધારે સારવારની જરૂર લાગશે તેમને GCRI અસારવા સિવિલ અમદાવાદ ખાતે ફ્રી સારવાર આપવામાં આવશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
