નાગપંચમીનું ગુજરાતમાં અનેરું જ મહત્વ રહેલું છે.
તેમાંય ગામડાની તો વાત જ સુ કરવી,,!!
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ 23-04-23 ના રોજ સમસ્ત ઠાકોર ભાઈઓ અને ગ્રામજનોના સહકારથી પૂર્ણ વિધિવિધાન સાથે ધામધૂમથી પ્રતિષ્ઠા પામેલ શ્રી દાસજીયા ગોગા મહારાજનું મંદિર તળાવવાળા વાસમાં આવેલ છે.
આજે નાગદેવતાને રિઝવવા શ્રદ્ધાળુઓ ગોળ – ઘી ની કુલેર, સુખડી અને ખાસ તો શ્રીફળ ચડાવતા હોય છે.
મંદિરમાં આવનારા દર્શનાર્થીઓ માટે ચા – પાણીની પણ સરસ વ્યવસ્થા સેવકો દ્વારા કરવામાં આવી હતી.
શ્રી દાસજીયા ગોગા મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
