રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે 63 મો જન્મ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીના દીર્ઘાયુ અને રાજ્યની સુખાકારી માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર,
મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંસદ હરિભાઈ પટેલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
હરિભાઈ પટેલે કહ્યું કે આજે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય હજુ પણ વધુ પ્રગતિ કરે અને સર્વે નાગરિકો સુખાકારી પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્ય સાથે વિશેષ પૂજા કરી મુખ્યમંત્રીને હજુ પણ વધુ કામ કરવાની ભગવાન શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1870
